ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા ત્યારે બાબરા માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ડિરેક્ટરોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિશ્વકર્માએ ચૂંટણીમાં વિજયી બનેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, રાજુભાઈ ભૂતૈયા, ડિરેક્ટરો અશોકભાઈ રાખોલીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






































