સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા રૂ.૪.૭૫ કરોડના બે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. વિજપડી ગામે રૂ.૨.૭૫ કરોડના ખર્ચે વિજપડીથી વિજપડી સ્ટેશન સુધીના આશરે ૫.૫૦ કિ.મી. માર્ગનું ડામર અને રી-સરફેસિંગનું કામ હાથ ધરાશે. મેરિયાણા ગામે રૂ.૨ કરોડના ખર્ચે મેરિયાણાથી વનાળા આશ્રમ તરફના માર્ગનું નિર્માણ કરાશે. આ માર્ગ પૌરાણિક દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલો હોવાથી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને સુવિધા મળશે. જરૂરી સ્થળોએ સીસી રોડની કામગીરી પણ કરવામાં આવશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




































