ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી માટે તા. ૨ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવશે. ખેડૂતો તા. ૩૧ ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી નોંધણી કરાવી શકશે. ખરીદી પ્રક્રિયા તા. ૧૬ નવેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી હાથ ધરાશે. ડાંગર (કોમન) રૂ. ૨૪૪૧, ગ્રેડ-એ રૂ. ૨૪૬૧ અને મકાઈ રૂ. ૨૪૧૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે. બાજરી, જુવાર અને રાગીમાં બોનસ પણ આપવામાં આવશે. નોંધણી સમયે આધાર કાર્ડ, ૭/૧૨, ૮-અ અને બેંક ખાતાની વિગતો રજૂ કરવાની રહેશે. મુશ્કેલી માટે હેલ્પલાઈન ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકાશે.









































