ઘાંટવડની કેનાલમાં મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ચકચાર મચી હતી. જાગૃત નાગરિક સુરેશભાઈ બાબરીયાએ વન વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. રાઉન્ડ ફોરેસ્ટ એમ.જી. દમણીયા, ફોરેસ્ટ ગાર્ડ એન.ટી. રમણાભાઈ તથા ટ્રેકરો રાજુભાઈ, ધર્મેશભાઈ, દિનેશભાઈ અને મહેશભાઈની ટીમે ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. છેલ્લા બે મહિનામાં કેનાલમાંથી ચાર મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

































