સુપ્રીમ કોર્ટે સીબીએસઇને નિર્દેશ આપ્યો છે કે હાલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ ભાષા નીતિમાંથી તે જ મુક્તિ આપવામાં આવે જે પહેલાથી ધોરણ ૭, ૮ અને ૯ ના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તે ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મુક્તિ આપવાના પક્ષમાં નથી, અને લગભગ ૯૯% સીબીએસઇ શાળાઓ આ નીતિ લાગુ કરવા માટે તૈયાર છે. આમ છતાં, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને પણ મુક્તિ આપવામાં આવે.
અગાઉ, સુપ્રીમ કોર્ટે સીબીએસઇને ૨૦૨૭ થી શરૂ થતા આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ માટે બે ભારતીય ભાષાઓ સહિત ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવવાની નીતિ લાગુ કરવા પર વિચાર કરવા કહ્યું હતું.સીબીએસઇનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જાયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેંચને જણાવ્યું હતું કે બોર્ડ આ સૂચન પર વિચાર કરશે.
જસ્ટીસ બાગચીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને રાહત આપવા માટે, સીબીએસઇએ આગામી શૈક્ષણિક સત્રથી ત્રણ ભાષાની નીતિના અમલને મુલતવી રાખવાનો વિચાર કરવો જાઈએ. જસ્ટીસ બાગચીએ કહ્યું હતું કે જા હાલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વર્ષથી ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવા માંગતા હોય, તો તેમને આમ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ભાટીએ કહ્યું હતું કે સીબીએસઈ આ સૂચન પર વિચાર કરશે અને આ મુદ્દા પર નવી નોંધ રજૂ કરશે.

































