રાજુલા ટાઉન વિસ્તારમાં પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ઇનોવા ચલાવી મોટરસાયકલને અડફેટે લીધા બાદ ફરાર થયેલા ચાલકને પોલીસે ઝડપી પાડ્‌યો છે. તા.૨૬ના રોજ મોડી રાત્રે રાજુલા બસ સ્ટેશન પાસેથી ઇનોવા નંબર ય્ત્ન-૧૪-છ્‌-૦૨૫૨ પસાર થઈ હતી. બનાવની જાણ થતા રાજુલા પોલીસ તથા ૧૧૨ની ટીમે આશરે ૪૦ કિમી સુધી પીછો કરી વાહન અટકાવી ચાલક પ્રદીપ મંગળુભાઇ ધાખડા, ઉંમર ૨૪, રહે. દુર્લભનગર, રાજુલાની ધરપકડ કરી હતી. તેના વિરૂધ્ધ મ્દ્ગજીની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.