પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં ભાજપ કાર્યકરને માર મારવામાં આવ્યો છે. મૃતકની ઓળખ ૩૨ વર્ષીય શમશેર બિશ્વાસ તરીકે થઈ છે. આ ઘટના શનિવારે સવારે મેદિનીપુર ગ્રામીણના હાથીહાલકરમાં બની હતી. તેમને ગંભીર હાલતમાં ઘટનાસ્થળેથી મેદિનીપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ભાજપમાં જૂથવાદનું પરિણામ હતી. પાર્ટીના જૂના અને નવા સભ્યો વચ્ચે વિવાદ થયો હતો. શમશેર અને અન્ય ઘણા લોકો પર બીજા જૂથના સભ્યોએ હુમલો કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ સૌમેન તિવારીએ જણાવ્યું હતું કે શું થયું તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદની તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ વર્ષના મે મહિનામાં, પશ્ચિમ બંગાળના ન્યૂટાઉનમાં ભાજપની જીત પછી તેના ઘરથી થોડા કિલોમીટર દૂર પાર્ટીનો ધ્વજ ફરકાવતા મધુ મંડલ નામના એક ભાજપ કાર્યકરને ઘેરી લેવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમનો કમલ નામના ટીએમસી કાર્યકર સાથે ધ્વજ ફરકાવવાને લઈને ઝઘડો થયો હતો. જાકે, બંને વચ્ચે ઉગ્ર દલીલ બાદ મામલો થાળે પડ્યો હતો.પરંતુ બાદમાં, મધુ મંડલને ફોન દ્વારા તે જ સ્થળે પાછા બોલાવવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે કેટલાક સ્થાનિક ટીએમસી સભ્યોએ મધુ મંડલને ઘેરી લીધો હતો અને તેમના પર પથ્થરમારો શરૂ કર્યો હતો. બાદમાં, ભાજપના કાર્યકર મધુ મંડલને ગંભીર હાલતમાં હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક ડાક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ, વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થાનિક લોકો, ખાસ કરીને મૃતકના પડોશમાં રહેતા લોકોએ વિરોધ કર્યો હતો. બાદમાં, પોલીસ અને સીઆરપીએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.