સાવરકુંડલા ખાતે સદ્ગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, અમરેલીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ સપ્ટેમ્બર, ગુરુવારે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ યોજાયો હતો. કેમ્પનું ઉદ્ઘાટન કબીર ટેકરીના મહંત નારણદાસ સાહેબ, લાયન્સ ક્લબ સિટીના પ્રમુખ નરોત્તમભાઈ સાકરિયા, વિનુભાઈ અદ્રોજા તથા દિનેશભાઈના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૧૧૩ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો હતો. જેમાંથી મોતિયાના ૩૧ દર્દીઓની ઓપરેશન માટે પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. કાર્યક્રમમાં વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, હિતેશભાઈ મકવાણા, જગદીશભાઈ જેઠવા, જિતેનભાઈ હેલૈયા સહિતના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય કેમ્પ છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે સતત યોજાય છે.









































