વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં તા. ૧૭ ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. તેના ભાગરૂપે
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ કચેરીઓ દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના તાબા હેઠળની વિવિધ સહકારી સંસ્થાઓએ પણ તેમાં ભાગ લીધો હતો. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, જિલ્લા ખરીદ-વેચાણ સંઘ અને જિલ્લા સહકારી સંઘ સાથે સંકળાયેલી મંડળીઓ દ્વારા સ્વચ્છતા પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે
જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાનમાં અમરેલી જિલ્લાની ૫૦૦થી વધુ સહકારી મંડળીઓએ સક્રિય ભાગ લીધો હોવાનું જિલ્લા રજીસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.








































