વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની સેવા અને સમર્પણ નિમિત્તે ગુજરાતભરમાં તા. ૧૭ ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. તેના ભાગરૂપે અમરેલી જિલ્લા માહિતી કચેરી તથા વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ-જિલ્લા કચેરીના સંયુક્ત ઉપક્રમે લાઠી રોડ સ્થિત વૃંદાવન પાર્ક સોસાયટીના રામેશ્વર મહાદેવ મંદિર પરિસર તેમજ જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા અને
વૃક્ષારોપણ પ્રવૃત્તિ યોજાઈ હતી. બંને કચેરીના ૧૧ જેટલા કર્મચારીઓએ શ્રમદાન કરી સફાઈ હાથ ધરી હતી. પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે બંને પરિસરમાં વૃક્ષારોપણ કરી વાવેલા છોડના ઉછેર અને રક્ષણનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રવૃત્તિમાં જિલ્લા માહિતી કચેરી તથા વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગના ભાનુપ્રતાપ સિંઘ, રાહુલ મોડાસીયા, મદુસુદન ધડુક, ધર્મેશ વાળા, જાગૃતિબેન, દિક્ષિત પંડ્‌યા, પરિન્દ્ર આંબલીયા, ચિરાગ માલનીયા, રવજીભાઈ શિંગાળા, વિશાલ ગોસ્વામી અને મયુર ગોસાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.