રાજુલાના ચાંચ ગામે પત્નીને ધક્કો લાગતાં ઠપકો આપતાં ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારવાની ધમકી પણ આપી હતી. કમલેશભાઈ જેરામભાઈ ગુજરીયા (ઉ.વ.૨૬)એ અજયભાઈ સુરાભાઈ શિયાળ, કમલેશભાઈ હરિભાઈ શિયાળ તથા વિશાલભાઈ હરિભાઈ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ તેમના પત્ની ગણપતિ દાદાના દર્શન કરીને ઘરે જતા હતા ત્યારે કોળી સમાજની વાડી સામે પહોંચતાં ધક્કામુક્કીમાં અજયભાઈ સુરાભાઈ શિયાળથી તેમના પત્નીને ધક્કો લાગી ગયો હતો. તેમના પત્નીએ ઠપકો આપતાં આરોપીને સારું નહોતું લાગ્યું.
જેથી અજયભાઈ શિયાળ બાજુમાંથી પાવડો લઈને આવ્યા હતા અને તેમના માથામાં એક ઘા મારી ટાંકા આવે તેવી ઈજા કરી હતી તથા બીજો ઘા મારતાં ડાબા હાથની ટચલી આંગળી પર ઈજા થઈ હતી. કમલેશભાઈ શિયાળે હાથમાં પહેરવાનું કડું માથામાં મારી ટાંકા આવે તેવી ઈજા કરી હતી. ત્રણેય આરોપીઓએ તેમને ઢીકાપાટુ વડે માર માર્યો હતો તથા અજયભાઈ શિયાળે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.