અમરેલી તાલુકા ખ.વે.સં.ના એમ.ડી. વિઠ્ઠલભાઈ તારપરાના પુત્ર ભાર્ગવ તારપરાના ધર્મપત્ની કિંજલના પ્રથમ માતૃત્વ પ્રસંગે સીમંત સંસ્કાર વિધિ યોજાઈ હતી. દામ્પત્ય જીવનની સુંદર અને
સમૃધ્ધ ઘડી એવા માતૃત્વની ગૌરવપૂર્ણ પળ નિમિત્તે યોજાયેલા આ પ્રસંગે નામી-અનામી શુભેચ્છકો ઉપસ્થિત રહી કિંજલને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાળુભાઈ પાનસુરીયા, અમરેલી ખ.વે.સં.ના પૂર્વ મેનેજર પી.એમ. સેંજલીયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ દેસાઈ, અમરેલીના ન્યૂઝ રિપોર્ટર ઘનશ્યામ સાવલિયા, જીવરાજ ચાના પ્રતિનિધિ પ્રિતેશ શિંગાળા, પારસ રેસ્ટોરન્ટના માલિક ગોરધનભાઈ ટાંક, જે.બી. ટેલરવાળા કાળુભાઈ વકોતર તથા પારસ પાનવાળા મગનભાઈ ટાંક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.







































