અમરેલી જિલ્લા ભાજપના બે સિનિયર આગેવાનોને પ્રદેશ કક્ષાએ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણીનો પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ તેમને ગીર સોમનાથ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ બસિયાની પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. બંને આગેવાનોને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી મળતાં અમરેલી જિલ્લા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી છે. કાર્યકરોએ બંને આગેવાનોને અભિનંદન પાઠવી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.