અમરેલીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા એન્જિનિયર્સ ડે નિમિત્તે સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં કાર્યરત ૫૦ એન્જિનિયર્સનું તેમની ઓફિસમાં જઈને ઈશ્વરીય સન્માન કરવામાં આવ્યું હતું. આર.એન્ડ બી., પંચાયત બાંધકામ, સિંચાઈ શાખા, પીજીવીસીએલ તથા વિવિધ આર્કિટેક્ચરલ સંસ્થાઓના એન્જિનિયર્સને ચંદન તિલક, ખેસ, ઈશ્વરીય ભેટ, પ્રભુ વરદાન અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. ગીતાબહેન, કિંજલબેન અને મિતલબેને જણાવ્યું હતું કે સાયન્સ અને સાયલન્સની શક્તિ ભેગી મળીને અશક્યને શક્ય બનાવી શકે છે. ટેકનોલોજી સાથે આધ્યાત્મિકતા જોડાય ત્યારે રાષ્ટ્રનિર્માણને સાચી દિશા મળે છે. તમામ એન્જિનિયર્સના જીવનમાં શાંતિ, સુખ અને સફળતાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવામાં આઈ.પી. બારડ અને વિમલભાઈ શેઠે મહત્વની ભૂમિકા ભજવી હતી.