રાજુલા ખાતે નવ નિયુક્ત નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અક્ષર પી. વ્યાસની બ્રહ્મસમાજ કર્મચારી મંડળ દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કીરીટભાઈ જાની તથા મહામંત્રી પ્રવિણભાઈ જાની સહિતના હોદ્દેદારોએ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.તેમજ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા થઈ હતી.








































