અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત સેન્ટર પોઈન્ટ સર્કલ, ઓમનગર, લાઠી રોડ સહિતના જાહેર માર્ગો અને વિવિધ
સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. તેમજ એકત્ર થયેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા કામગીરીમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ અને નગરપાલિકાની ટીમ જોડાઈ હતી અને શ્રમદાન કર્યું હતું. તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી જિલ્લામાં યોજાનારી સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં નાગરિકો પણ સહભાગી બને અને પોતાના આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખે તેવી અપીલ અમરેલી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.








































