અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અમરેલીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી મામલતદાર (ગ્રામ્ય) ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થામાં કુલ ૧૭ ડિરેક્ટરોની જગ્યા ભરવાની હતી. આ ખાલી જગ્યાઓ ઉપર જ્યેશભાઈ મોહનભાઈ નાકરાણી અને દલસુખભાઈ કાનજીભાઈ દુધાતના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત પેનલના સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ જાહેર થયેલી ચૂંટણીમાં અન્ય કોઈ હરીફ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી. પરિણામે અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનું સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થયું છે. આ સંસ્થા છેલ્લા ૩૦ વર્ષથી સ્વ. મોહનભાઈ નાકરાણીના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ નક્કી કરેલી પ્રણાલિકા પ્રમાણે કાર્યરત રહી છે. તેમના માર્ગદર્શન બાદ જ્યેશભાઈ નાકરાણીના સંચાલનમાં સંસ્થાએ પ્રગતિ કરી છે. સંસ્થા છેલ્લા ૩૦ વર્ષથી સહકારી મંડળીઓને ડિવિડન્ડ વહેંચવામાં આવે છે અને સંસ્થાનો ઓડિટ વર્ગ-એ મેળવી સતત પ્રગતિ કરવામાં આવી રહી છે.દલસુખભાઈ કાનજીભાઈ દુધાત તેમજ અન્ય ડિરેક્ટરોના સહકારથી સંસ્થાની પ્રગતિમાં સતત વધારો થયો છે. સંસ્થાના હિતલક્ષી નિર્ણયો અને ખેડૂતલક્ષી કામગીરીના કારણે સંસ્થાએ અમરેલી તાલુકા સંઘમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ખેતરમાં તંગીના સમયે ખેડૂતોને વધુમાં વધુ ખાતર મંગાવી તેમની જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે. સંસ્થામાં જ્યેશભાઈ નાકરાણીની ભાજપ પ્રેરિત પેનલ સાથે દલસુખભાઈ દુધાત, જયંતિભાઈ ચકરાણી, દેવેન્દ્રભાઈ પાડરિયા, બટુકભાઈ ખુંટ, હિંમતભાઈ ગજેરા, રમેશભાઈ કોટડિયા, હસમુખભાઈ નાકરાણી, વિનુભાઈ નાકરાણી, ભૂપતભાઈ હપાણી, દિનેશભાઈ તારપરા, દલપતભાઈ કિકાણી, યોગેશભાઈ સોજા, ભાવિનભાઈ લાખાણી, જગદીશભાઈ દેસાઈ, ચેતનભાઈ ગજેરા તથા પ્રમોદભાઈ લુણાગરિયા સહિતના ઉમેદવારો વિજયી થયા હતા.










































