બાબરાના નાની કુંડળ ગામના રામજી મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને આગેવાનો દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ વિનોદભાઈ તલાવડીયા, બાબરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન માધવભાઈ કટારીયા, બાબરા તાલુકા વિસ્તરણ અધિકારી વિજયભાઈ તલાવડીયા, ઉપસરપંચ અશ્વિનભાઈ સોલંકી, નારણભાઈ ભાલીયા, હરેશભાઈ પંડ્‌યા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો મુનાભાઈ રાઠોડ, શૈલેષભાઈ મકવાણા, લખનભાઈ અલગોતર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.