લીલીયાના પુંજાપાદર ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભક્તિ અને એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રામાણી પરિવારની વાડી ખાતે યોજાયેલી ઉજવણીમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ માતા-બહેનો તેમજ ધૂન મંડળીની બહેનોને કરતાલ અને ખંજરીનું વિતરણ કર્યું હતું. કરતાલ અને ખંજરીના તાલે બહેનોએ સામૂહિક ધૂનની રમઝટ બોલાવી વડાપ્રધાનને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે ૭૫૦ દીવડાઓ એકસાથે પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવાઈ હતી. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી સહિત આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.









































