ઉના-ગીરગઢડા વિસ્તારમાં ભાદરવા મહિનામાં અષાઢી જેવો માહોલ જોવા મળ્યો. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા હતા. શરૂઆતમાં ઝરમર વરસાદ પછી બપોરે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયા હતો તેનાથી શહેરના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. ઉના શહેર અને ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો. બપોરે પડેલા ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા દેખાયા હતા આ વરસાદથી ભાદરવા મહિનામાં અષાઢી જેવો નજારો સર્જાયો હતો.









































