તરવડા ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળના પ્રાંગણમાં આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ એકસાથે દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ભગવાનની સમૂહ આરતી કરી હતી. આ પ્રસંગે સમગ્ર ગુરુકુળ પરિસર ૨૦૦૦ દીવડાઓના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠ્યું હતું. વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક દીપપ્રજ્વલન અને પ્રાર્થનાથી ગુરુકુળમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.









































