બગસરામાંથી પોલીસે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.બગસરા નટવરનગર જૂના રેલવે સ્ટેશનના ખંડેરની પાછળથી મહેશભાઇ ભરતભાઇ સોલંકી, મનુભાઇ જસાભાઇ ઘોડાસરા, જયંતીભાઇ ભરતભાઇ સોલંકી, પંકજભાઇ પરશોતમભાઇ કુકવાવા તથા કૌશિકભાઇ બાબુભાઇ મકવાણા જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપત્તી નામનો હારજીતનો જુગાર
રમતા રોકડા રૂ.૧૦,૨૫૦ સાથે પકડાયા હતા. બગસરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી.ડી. ભીલ વધુ તપાસ કરી રહ્યા છે.





































