લાઠીના આસોદર ગામે તળાવમાં ડૂબી જતાં ૧૦ વર્ષની બાળકીનું મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના રહેવાસી અંતરભાઇ ધુલસીગભાઇ મીનામાં (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી જેતાબેન મીનામાં (ઉ.વ.૧૦) તળાવમાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.