ખાંભા તાલુકાના ચક્રાવા ગામે કુદરતી હાજતે બેઠેલા એક યુવકને ઝેરી જનાવર કરડી ગયું હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ભરતભાઈ રામભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ હોહરીયાના નેવડે કુદરતી હાજતે બેઠા હતા. તે દરમિયાન કોઈ ઝેરી જનાવર ડાબા પગના અંગૂઠે કરડી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એમ. ગમારા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
































