અમદાવાદમાં સિંગર કિંજલ રબારીના અપહરણના આક્ષેપોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.એસીપીના જણાવ્યા મુજબ કિંજલ રબારીના પતિ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કિંજલ રબારી, તેમના ભાઈ, બહેન, બહેનના પતિ અને પતિ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ સાથે સીબીડી મોલ ખાતે ફિલ્મ જાવા માટે ગયા હતા. ફિલ્મ દરમિયાન ઇન્ટરવેલ સમયે કિંજલે તબિયત ખરાબ હોવાની અને મૂંઝારો થતો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ ફિલ્મ અધવચ્ચે છોડીને ઘરે જવાનું નક્કી કર્યું હતું.કિંજલનો ભાઈ મોલમાંથી બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય પરિવારજનો નીચે આવી ગાડીની રાહ જાઈ રહ્યા હતા. આ દરમિયાન સફેદ કપડાંમાં આવેલા એક અજાણ્યા ઈસમે કિંજલના પતિને પકડી રાખ્યો હોવાનો આક્ષેપ છે. તે સમયે કિંજલ ગાડીમાં બેઠી હતી અને ત્યારબાદ ગાડીમાં તેને લઈ જવામાં આવી હોવાની ફરિયાદ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ કિંજલ રબારી કઈ દિશામાં લઈ જવાઈ છે અને ગાડીમાં કોણ લોકો સવાર હતા તેની ઓળખ સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મોલ તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની કડીઓ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કિંજલ રબારી અને નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ વચ્ચે મૈત્રી કરાર થયેલા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધતાં અપહરણ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ” સમગ્ર માલધારી સમાજ ને વિનંતી ગાયિકા કિંજલ રબારી ની ઘટના થી અળગા રહેવા આહવાન ” તાજેતર માં બનેલ કિંજલ રબારી ની ઘટના માં નિર્દોષ અને ભોળા માલધારી સમાજે લાગણી માં ના આવા વિનંતી .જા કિંજલ રબારી જેના પેટ માં ૯ મહિના રહી એની ના થાય .જે બાપે પેટે પાટા બધી મજૂરી કામ કરીને ૧૮ વર્ષ ની કરી એની ના થાય .માલધારી સમાજ ના દીકરા સાથે ૭ ફેરા લગ્ન ના જેની સાથે લીધા એની ના થાય તો એ જેની સાથે ગઈ છે એની પણ ભવિષ્ય માં નહિ થાય એટલે મારી વિનંતી છે કે માલધારી સમાજ ની લાગણી માં આવીને કોઇ યુવાનો અથવા સામાજિક આગેવાનો આમા જાતરાઈ નહિ .” જે લોહી નું ના થાય એ કોઈ નું ના થાય ”