રાજુલા ખાતે સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પટેલ સમાજની વાડી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વડીલો, સેવા નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી નોકરીમાં પસંદગી પામેલા જ્ઞાતિજનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.શિવ જ્યોતિ એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેવાડી પાઘડી, ખેસ અને એકલિંગજી દાદાના ફોટાવાળા બિલ્લાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનીક જ્ઞાતિની ટેલિફોન ડિરેક્ટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મધ્યસ્થ જ્ઞાતિ પ્રમુખ જનકભાઈ ઉપાધ્યાય, ધૈવત ત્રિવેદી, ભાસ્કરભાઈ પંડયા, ભરતભાઈ વ્યાસ અને રૂપલબેન પંડયા સહિત જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.