જાફરાબાદમાં પરિણીતા પર સાસરિયાઓએ શારીરિક અને માનસિક અત્યાચાર ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.હાલ મુંબઈ ખાતે રહેતાં સયીદાબેન અશફાકભાઈ શેખ (ઉ.વ. ૩૦)એ જાફરાબાદમાં રહેતા પતિ અશફાકભાઈ મહંમદઅલી શેખ, રફીકભાઈ મહંમદભાઈ શેખ, સોનલબેન રફીકભાઈ શેખ, મુસ્તફા મહંમદઅલી શેખ, ઝુબીબેન મહંમદઅલી શેખ તથા સાહિલભાઈ અલ્તાફભાઈ કુરેશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, પીડિત મહિલાના પતિએ તેમની સાથે મારપીટ કરી હતી, જ્યારે સાસરિયાના અન્ય સભ્યોએ તેમને ગાળો આપીને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો.આ બનાવ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. બી. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.