જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે સામુ જોવાની ના પાડતાં એક યુવકને ગાળો આપી હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પરેશભાઈ ભાણાભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)એ કરણભાઈ જીણાભાઈ બાંભણિયા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદ મુજબ, પરેશભાઈ ચિત્રાસર ગામના બસ સ્ટેશન પાસે ઊભા હતા ત્યારે આરોપી તેમની સામે સતત જોઈ રહ્યો હતો. આથી તેમણે સામે જોવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. ત્યારબાદ આરોપીએ હાથમાં પહેરેલું કડું પરેશભાઈના કપાળના ભાગે મારી દઈ એક ટાંકો આવે તેટલી ઈજા પહોંચાડી હતી.આ બનાવ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































