બાબરાના તાઈવદર ગામે રહેતા સાહીલભાઈ વજીરખા ભોજવાણી (ઉ.વ.૨૨)એ તેમના જ ગામના રવુભાઇ નનકુભાઇ શાક, ભગીરથભાઇ બદરૂભાઇ, નનકુભાઇ રાણીંગભાઇ શાક તથા સુરેશભાઇ નનકુભાઇ શાક સામે ફરિયાદ કરી હતી. જે મુજબ તેઓ તથા તેમના મમ્મી મોટરસાઇકલ લઇને વાડી-ખેતરે જતા હતા અને રોડ ઉપર મોટરસાઇકલ બંધ પડી હતી. આ સમયે રવુભાઈ ફોરવ્હીલ ગાડી લઇને નીકળતાં મોટરસાઇકલ સાઇડમાં લેવા બાબતે તેમને બીભત્સ શબ્દોમાં ગાળો આપી, ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી મૂંઢ ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઉપરાંત આરોપીઓએ તેમના ઘરે આવી તેમની પત્નીને બીભત્સ શબ્દોમાં ગાળો આપી માર મારવા દોડી ઘરે પતરામાં લાકડી મારી ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.









































