ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થી નાગેશ્રી સુજલે ગુજકોસ્ટ અને ડી.એસ.ટી., ગુજરાત સરકાર દ્વારા આયોજિત નેશનલ સ્ટેમ ક્વિઝ ૪.૦માં જોનલ કક્ષાએ વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું છે. અમરેલીના ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન મ્યુઝિયમ અને બાલ ભવનના ઉપક્રમે યોજાયેલી આ ક્વિઝમાં સફળતા બદલ નિલેશભાઈ કે. પાઠક, પ.પૂ. સંતશ્રી ડા. રતિદાદા, ભારતભૂષણ મહેશભાઈ મહેતા અને ચેતન પાઠકના હસ્તે નાગેશ્રી સુજલને સેમસંગ ટેબલેટ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શીતલબેન મહેતા તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.









































