અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૯ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી કુલ રૂ.૨૪,૫૧૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.જાફરાબાદના દુધાળા ગામે ગાડા કેડે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ભૂપતભાઈ ગભાભાઈ બારૈયા, પ્રેમજીભાઈ બાવભાઈ ટાંક, અનકભાઈ ચાપરાજભાઈ વરૂ, ભીમાભાઈ નારણભાઈ બારૈયા અને ધીરૂભાઈ ભાણાભાઈ બારૈયા કુલ રોકડ રૂ. ૧૧,૨૫૦ સાથે ઝડપાયા હતા.જ્યારે અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા હિરાનગરમાંથી જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા જનકભાઈ ભગવાનભાઈ ધાંધુ, શાયરભાઈ ચંદુનાથ પરમાર, રણજીતનાથ નવઘણનાથ દાવાણી તથા જગદિશનાથ ભરતનાથ નાથજી રોકડ રકમ રૂ.૧૩,૨૬૦ સાથે ઝડપાયા હતા.







































