વંડા સ્થિત પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રસ વધે તે હેતુથી સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન નિબંધ, ચિત્ર, વક્તૃત્વ, કંઠપાઠ, શ્લોક અને સ્તુતિગાન સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. સમાપન પ્રસંગે વેદો, સૂક્તો અને સુભાષિતોને લગતા ૧૫૦થી વધુ ચિત્રોનું સુંદર પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થિનીઓએ ‘અધરં મધુરં’ સ્તુતિ પર કથક નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું આયોજન નીતાબેન ભટ્ટ અને ગજેરા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં ભાગ લેનાર આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આચાર્ય સંજયભાઈ ચૌહાણે સૌને અભિનંદન પાઠવ્યા હતા.









































