આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડા. પ્રવીણભાઈ તોગડિયાએ અમરેલી જિલ્લાના ચિતલ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે અગ્રણી ઉદ્યોગપતિ અને અમરેલી જિલ્લા ખોડલધામ સમાધાન પંચના પૂર્વ અધ્યક્ષ મનુબાપા દેસાઈની નાદુરસ્ત તબિયતના ખબરઅંતર પૂછી વહેલી તકે સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. ચિતલ દેસાઈ કોટેક્સ ખાતે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને સંબોધતા ડા. તોગડિયાએ હિન્દુ સમાજમાં ભાઈચારો, સંગઠન અને રાષ્ટ્રભાવનાને સર્વોપરી રાખવાનો સંદેશ આપ્યો હતો. તેમણે સનાતન મૂલ્યોના સંવર્ધન માટે સમાજની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ અને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિર્મલભાઈ ખુમાણ, ડો. ગજેરા, રમેશભાઈ કાથરોટિયા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગિયા, ચતુરભાઈ ખુંટ, વસંતભાઈ પેથાણી, દિનેશભાઈ ભૂવા, રવિભાઈ શેખવા, રશ્મિનભાઈ ત્રિવેદી, ગોરધનભાઈ ગેડિયા, ચંદુભાઈ પોલરા, દયાળભાઈ સંઘાણી, લાલજીભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, જયંતીભાઈ દેસાઈ, પીઠાભાઈ ડેર, મોતીભાઈ કાનાણી, મનુભાઈ લીબાંસિયા, વી.ડી. લીબાંસિયા, સંજયભાઈ લીમ્બાસિયા, સુખદેવસિંહ સરવૈયા, મનસુખભાઈ નાડોદા, રમેશભાઈ માંગરોળિયા, ઝવેરભાઈ દેસાઈ, મગનભાઈ દેસાઈ, હસુભાઈ ધાનાણી, અરવિંદભાઈ મેશિયા, નંદાભાઈ મેશિયા, શંકરભાઈ પટેલ, ચંદ્રેશભાઈ પટેલ, જે.પી. માંગરોળિયા, ઘનશ્યામભાઈ માંગરોળિયા, કરશનભાઈ ભાલાળા, જયેશભાઈ ભીમાણી, મજબૂતભાઈ બસિયા, બિપિનભાઈ દવે, મનસુખભાઈ રૈયાણી, ડો. દેસાણી, ડો. પંકજ ત્રિવેદી, હર્ષદભાઈ ત્રિવેદી, પંકજભાઈ કાનાણી, કરણભાઈ વાંઝા, ભોજરાજ વાળા, સિદ્ધાર્થ ગજેરા, મુકેશભાઈ લીબાંસિયા, જિગ્નેશભાઈ દેસાઈ, મહેશભાઈ સાકરિયા, વિનુભાઈ દેસાઈ સહિતના આગેવાનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.