ધારી તાલુકાના લેનપરા ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ‘વીર હિન્દ વિજેતા હિન્દુ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિન્દુ સમાજમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજના વિવિધ વર્ગોને એકતાના સૂત્રમાં જોડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.સભામાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ આગેવાનો અને કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે લાલભાઈ અંટાળા, ખોડભાઈ ભુવા, લાલભાઈ વેકરિયા, ધારી બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ દવે, જીતુભાઈ જયસ્વાલ અને શરદભાઈ કંસારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સભા દરમિયાન હિન્દુ સમાજની એકતા, સંગઠનની શક્તિ અને સામાજિક સમરસતા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સભાને સફળ બનાવી હતી.