અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ભારત સાથે સુધારેલા સંબંધો પર ભાર મુક્યો છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે ભારત સાથેના અમારા સંબંધોમાં અફઘાન તરફથી કોઈ સમસ્યા નથી. અમે ભારત સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉત્સુક છીએ. ઝબીહુલ્લાહને પૂછવામાં આવ્યું કે શું બંને દેશો વચ્ચેના સંબંધો કાગળ પર દેખાય છે તેટલા સારા છે. મુજાહિદે જવાબ આપ્યો કે બંને દેશો વચ્ચે સારા સંબંધો છે. તાજેતરના મહિનાઓમાં, અફઘાનિસ્તાન સતત ભારત સાથે સારા સંબંધો પર ભાર મૂકી રહ્યું છે. તે જ સમયે, અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે સંઘર્ષમાં રહ્યું છે. જા કે, તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન સાથે પણ શાંતિ ઇચ્છે છે. તેમણે કહ્યું કે યુદ્ધને કારણે અફઘાનિસ્તાનને ઘણું નુકસાન થયું છે. તેઓ કોઈપણ દેશ સાથે સંઘર્ષ ઇચ્છતા નથી.
પત્રકાર રુનઝુન શર્માએ મુજાહિદને પૂછ્યું કે શું તાલિબાન સેના ભારતના સમર્થનમાં પાકિસ્તાન સામે જમીની યુદ્ધમાં જાડાઈ શકે છે. મુજાહિદે દુશ્મનાવટથી દૂર રહેવાનો સંકેત આપતા કહ્યું, “અમે આ ક્ષેત્રમાં યુદ્ધ કે અસ્થિરતા નથી ઇચ્છતા. અમે નથી ઇચ્છતા કે એક દેશ બીજા દેશ સામે કાર્યવાહી કરે. યુદ્ધથી કોઈને ફાયદો થતો નથી.”તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર વારંવાર ગોળીબાર થયો છે. મુજાહિદે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાને તાજેતરના સરહદી સંઘર્ષની શરૂઆત કરી નથી. પાકિસ્તાની આક્રમણ પછી અફઘાન દળો ફક્ત પોતાનો બચાવ કરી રહ્યા હતા. પોતાનો બચાવ કરવાનો અમારો અધિકાર છે, પરંતુ અમે શાંતિના પક્ષમાં છીએ.
મુજાહિદે કહ્યું કે અફઘાન સરકાર ઇચ્છે છે કે કાબુલમાં યુએસ દૂતાવાસ અને વોશિંગ્ટનમાં અફઘાન દૂતાવાસ ફરીથી કામગીરી શરૂ કરે જેથી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સામાન્ય થઈ શકે. તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે યુદ્ધ સમયની નીતિઓ બદલાય. અમે અમેરિકા સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ.”મક્કા કરાર અંગે મુજાહિદે કહ્યું, “અમને તેની ચિંતા નથી કારણ કે દેશો પોતાના હિત માટે કરાર કરે છે. સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન મહત્વપૂર્ણ દેશો છે. અમે તેને ઇસ્લામિક દેશો વચ્ચેના સહયોગ તરીકે જાઈએ છીએ. તે આપણા માટે કોઈ ખતરો નથી કારણ કે આપણને તેમાંથી કોઈ પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી.”