ખાંભા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાવાની છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં ખેડૂત મત વિભાગની ૧૦ બેઠકો માટે ૩૦થી વધુ ખેડૂત ખાતેદારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેના પગલે આ વખતની ચૂંટણી રસાકસીભરી બનવાની શક્યતા છે. આધારભૂત માહિતી મુજબ ચૂંટણીમાં સત્તાધારી ભાજપ પક્ષની બે પેનલ તેમજ કોંગ્રેસ અને આપની સંયુક્ત એક પેનલ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. જોકે ભાજપ દ્વારા સત્તાવાર પેનલને મેન્ડેટ આપવામાં આવ્યા બાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. ખેડૂત મતદાર વિભાગમાં ચૂંટણી માટે ૩૭ સહકારી મંડળીઓના આશરે ૫૬૦ સભાસદો મતદાર તરીકે નક્કી કરાયા છે. ખેડૂતોના હિત અને યાર્ડના વિકાસના મુદ્દાઓ ચૂંટણીમાં મહત્વના બની શકે છે.








































