રાજુલા શહેરમાં પરમ પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાના જન્મદિવસ નિમિત્તે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાંજે ૪થી ૭ વાગ્યા દરમિયાન ગાંધી મંદિર, એક્સપ્રેસ પેટ્રોલ પંપ પાસે, જૂના રેલવે સ્ટેશન સામે આ કેમ્પ યોજાશે. રક્તદાન કરનાર દરેક રક્તદાતાને બ્લૂટૂથ ઈયરફોન ભેટ આપવામાં આવશે. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજુલા-જાફરાબાદ-ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવશે. આયોજકો દ્વારા વધુમાં વધુ લોકોને રક્તદાન કરી સેવાકાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સાગર સરવૈયા દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.