અમદાવાદ શહેરમાં તલવાર, છરી, ચપ્પા, ધારિયા સહિતના હથિયારો પર પ્રતિબંધને લઈને પોલીસ કમિશનરનું નવું જાહેરનામું ચર્ચામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ હથિયારબંધી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું ૧૮ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.જાહેરનામા મુજબ હથિયારો સાથે રાખવા ઉપરાંત પથ્થરો કે અન્ય વસ્તુઓ એકઠી કરવા, સળગતી મશાલ સાથે સરઘસ કાઢવા, ચોક્કસ પ્રકારના પ્રદર્શન કે પ્રવૃત્તિઓ સહિતની કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાકે આ પ્રતિબંધ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો નથી. ૩૫ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેરનામાનો અમલ થશે, જ્યારે ૧૪ પોલીસ સ્ટેશન વિસ્તારોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
પોલીસના જાહેરનામા મુજબ નીચેના ૧૪ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી, વ†ાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, ગુજરાત યુનિવર્સિટી, વાસણા, નવરંગપુરા, એલિસબ્રિજ, સેટેલાઈટ એરપોર્ટ, ખોખરા, મણિનગર, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ આ યાદીમાં શહેરના પશ્ચિમ વિસ્તારના વસ્ત્રપુર, બોડકદેવ, સેટેલાઈટ, પાલડી અને વાસણા જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. સિંધુભવન રોડ અને જજીસ બંગ્લોઝ રોડ જેવા મહત્વના વિસ્તારો આ જ વિસ્તારમાં આવે છે.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામામાં જણાવ્યું છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આરોપીઓ દ્વારા તલવાર, છરી, ચપ્પુ, ગુપ્તી, લોખંડની પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને હુમલા થવાની શક્યતા રહે છે. આવા હથિયારોનો ઉપયોગ ખૂન, ખૂનની કોશિશ સહિતના ગંભીર ગુનાઓમાં થઈ શકે છે. શહેરમાં ગેરકાયદેસર હથિયારોના ઉપયોગથી શરીર સંબંધિત ગંભીર ગુનાઓ બનતા હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા હેઠળ નિયત કરાયેલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. તેમાં તલવાર, ભાલા, ખંજર, ચપ્પુ સહિતના શસ્ત્રો સાથે રાખવા અને જાહેરમાં લઈ જવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. અઢી ઈંચથી વધુ લાંબું અને છેડેથી અણીવાળું પાનું ધરાવતા ચોક્કસ પ્રકારના ચપ્પા તેમજ શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી અન્ય વસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. આ ઉપરાંત પરવાનાવાળા હથિયારોને પણ જાહેર સ્થળે લઈ જવા, હવામાં ફાયરિંગ કરવા તથા સામાજિક મેળાવડા, ધાર્મિક સરઘસ અથવા લોકોના સમૂહમાં લઈ જવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.જાહેરનામા મુજબ પથ્થરો, અન્ય શસ્ત્રો અથવા ફેંકવા માટેના યંત્રો-સાધનો લઈ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પણ પ્રતિબંધ છે. આ સિવાય સળગતી કે પેટાવેલી મશાલ સાથે સરઘસ કાઢવા જેવી પ્રવૃત્તિઓને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.
જાહેરનામામાં એવી પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેમાં ભાષણ, ચાળા, નકલ, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબર અથવા અન્ય સામગ્રીના માધ્યમથી સુરૂચિ અથવા પ્રતિષ્ઠાનો ભંગ થતો હોય, રાજ્યની સલામતી જાખમાતી હોય અથવા રાજ્યમાં અશાંતિ સર્જાવાની શક્યતા હોય. વ્યક્તિ, શબ, આકૃતિ અથવા પૂતળાંને ચોક્કસ રીતે પ્રદર્શિત કરવાની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાહેરનામામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારને પણ બાકાત રાખવામાં આવ્યો છે. આ વિસ્તાર શહેરના મોટા શૈક્ષણિક વિસ્તારોમાંનો એક છે. અહીં વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સમયાંતરે વિરોધ પ્રદર્શન થતા રહે છે અને કેટલાક પ્રસંગોએ સંગઠનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ માટે આવે છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં હથિયારબંધી લાગુ ન કરવાના નિર્ણય અંગે પણ સવાલો ઉઠી શકે છે.
આ નિર્ણયની સરખામણી અગાઉના પોલીસ કમિશનરોના હથિયારબંધીના જાહેરનામા સાથે પણ થઈ રહી છે. અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરની હદ હેઠળ આવતા સમગ્ર વિસ્તારને આવરી લેતા જાહેરનામા બહાર પાડવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેની સરખામણીમાં હાલના જાહેરનામામાં માત્ર ૩૫ પોલીસ સ્ટેશન વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે અને ૧૪ વિસ્તારોને બાકાત રાખવામાં આવ્યા છે. જેના કારણે હથિયારબંધીના અમલની હદને લઈને ચર્ચા શરૂ થઈ છે.સરકારી નોકરી અથવા ફરજ પર રહેલા અને ફરજના ભાગરૂપે હથિયાર સાથે રાખવાની જરૂરિયાત ધરાવતા કર્મચારીઓ તથા ઉપરી અધિકારીઓ દ્વારા હથિયાર સાથે રાખવાની ફરજ સોંપવામાં આવી હોય તેવા વ્યક્તિઓને જાહેરનામાની કેટલીક જાગવાઈઓમાંથી મુÂક્ત આપવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.