ધારીમાં ચીકનની દુકાને થયેલી માથાકૂટમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. સાજનભાઇ બટુકભાઇ સરવૈયા (ઉ.વ.૩૦)એ મકસુદભાઇ ઇબ્રાહીમભાઇ કટારીયા, કયુમભાઇ ઇબ્રાહીમભાઇ કટારીયા તથા મહેબુબભાઇ મુસાભાઇ કટારીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ આરોપીની દુકાને ચીકન લેવા ગયા હતા. મકસુદભાઈ કટારીયાને અગાઉ ધારી ખાતે રહેતા રવી જયસ્વાલ સાથે માથાકુટ થઈ બકી અને તેમને રવી જયસ્વાલ સાથે બોલવા ચાલવાના વહેવાર હોવાતી આરોપીને સારૂ નહોતું લાગ્યું. લાકડાના ધોકા વડે તેમને શરીરે આડેધડ માર માર્યો હતો. તેમજ ગાળો આપી શરીરે આડેધડ મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મકસુદ ઇબ્રાહીમભાઇ કટારીયા (ઉ.વ.૨૯)એ સાગર બટુકભાઇ સરવૈયા તથા સાજન ઉર્ફે કરણ બટુકભાઇ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની દુકાને ચીકનનો વેપાર કરતા હોઇ તે વખતે આરોપીઓ ચીકન લેવા આવી તેમને કેમ ડેમમાથી માછીમારી કરવાની ના પાડો છો? ડેમ કોઇના બાપનો છે? આમ કહી ગાળો આપી હતી. તેમજ બન્ને આરોપીઓએ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































