રાજુલાના ચૌત્રા ગામે જાનથી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મુકેશભાઈ ધીરુભાઈ વાઘેલા (ઉ.વ.૪૨)એ વિનુ વાઘેલા, ભરત વિનુભાઈ તથા પ્રતાપ વિનુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના દીકરા કિશનને તથા આરોપી ભરતને અગાઉ મોબાઈલ ફોન તોડી નાખવા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતે જ્ઞાતિના રૂએ તેમને તથા આરોપીઓને સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં મનદુઃખ રાખી તેમનો દીકરો અજય ઘરે એકલો હાજર હોય તે દરમિયાન આરોપીઓએ તેમને ગાળો આપી શરીરે મૂંઢમાર માર્યો હતો. તેમજ લાકડી વડે ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. જે. કાતરિયા વધુ તપાસ કરી રહ્યા છે.







































