છેલ્લા માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાત ગેસ કંપની ગુજરાત ગેસ કંપનીએ cng ભાવમાં તોતિંગ વધારોકર્યોછે. મોંઘવારીના માર વચ્ચે વાહનચાલકો પર બીજા ફટકો પડ્યો છે. રાજ્યમાં મોંઘવારીના આકરા પ્રહાર વચ્ચે ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપતા cng ભાવમાં પ્રતિ કિલો રૂ. ૩.૭૫નો તોતિંગ વધારો જાહેર કર્યો છે.
આ નવા વધારા બાદ હવે ગ્રાહકોને cng નવો ભાવ રૂ. ૮૮.૭૬ પ્રતિ કિલો ચુકવવો પડશે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, ગુજરાત ગેસ દ્વારા એક જ મહિનામાં આ બીજીવાર ઝ્રદ્ગય્ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વાહનચાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ગુજરાત ગેસ કંપનીએ આ નિર્ણયથી રાજ્યના અંદાજે ૩.૩૪ લાખથી વધુ cng વાહનચાલકોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડશે. cng ભાવ વધતા ઓટો-રિક્ષા ચાલકો અને નાના માલવાહક વાહન માલિકોનો દૈનિક ખર્ચ વધી જશે. પરિણામે, આગામી દિવસોમાં ઓટો-રિક્ષાના ભાડા તેમજ લોકલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની પૂરતી શક્યતા છે.
પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી બચવા માટે જે લોકોએ cng વાહનો અપનાવ્યા હતા, તેઓ પણ હવે સ સતત વધતા ભાવથી પરેશાન થઈ ગયા છે. મોંઘવારીના આ તબક્કામાં સળંગ બીજા વધારાએ સામાન્ય જનતા અને રોજનું કમાઈને રોજ ખાતા રિક્ષાચાલકોની કમર ભાંગી નાખી છે.