ધારી તાલુકાના મન મંદિર શૈક્ષણિક સંકુલ ખાતે ૧૫મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારી તાલુકા પ્રમુખ મહેશભાઈ સાવલિયા તથા ડા. ગાંધી સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોએ વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના આચાર્ય પ્રિયંકાબેન વ્યાસ તથા તેમની ટીમે અથાગ મહેનત કરી હતી. સુંદર આયોજનના પરિણામે ૧૫મી ઓગસ્ટની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.








































