ગુજરાત પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ, નિષ્ઠાવાન તથા પ્રશંસનીય સેવાઓને બિરદાવતા રાજ્યના ૧૯ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવ્યા છે. આ સન્માનથી ગુજરાત પોલીસ બેડામાં ભારે ઉત્સાહ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
અત્યંત વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આપવામાં આવતા ‘પ્રેસિડેન્ટ્‌સ મેડલ ફોર ડિસ્ટીગ્વીશ્ડ સર્વિસ’ માટે ગુજરાતના ૨ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમિત કુમાર કિશોર વિશ્વકર્મા (એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એડીજીપી) અને બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમા (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ – ડીવાયએસપી)નો સમાવેશ થાય છે.
સરાહનીય અને પ્રશંસનીય કામગીરી બદલ એનાયત થતા ‘મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ’ માટે ગુજરાત પોલીસના ૧૭ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.
૧. સૌરભ દૌલાલ તોલુંબિયા (આઇજીપી -આઇજીપી),૨.કનૈયા લક્ષ્મણભાઈ વાઘેલા (ડેપ્યુટી એસપી- ડીનવાયએસપી ),૩. બાબાભાઈ રામજીભાઈ કોળી (પોલીસ ઇન્સ્પેક્ટર-પીઆઇ),૪. બળવંતસિંહજી મોતીસિંહજી સોલંકી (આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર -એએપીએસઆઇ),૫. દિલીપસિંહ કિર્તિસિંહ રાણા (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર -એએસઆઇ),૬. સંદીપ મહેન્દ્રભાઈ પટેલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર -પીએસઆઇ),૭. જયસિંહ ઘનશ્યામસિંહ રાજ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર – પીએસઆઇ),૮. દિનેશકુમાર મણિભાઈ પટેલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર – પીએસઆઇ),૯.અનિલ શિવરામન નાયર (પોલીસ સબ ઇન્સ્પેક્ટર-પીએસઆઇ),૧૦. નાનજી તારશીભાઈ અઘેરા (આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર -એપીએસઆઇ),૧૧. સબ્બીર ખાન કરીમ ખાન થેબા (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર -એએસઆઇ),૧૨. અજય પ્રહલાદભાઈ ઓઝા (હેડ કોન્સ્ટેબલ),૧૩. તરુણસિંહ ગણપતસિંહ સોલંકી (હેડ કોન્સ્ટેબલ),૧૪. ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર -પીએસઆઇ),૧૫. રાજેશકુમાર કરશનભાઈ મીર (હેડ કોન્સ્ટેબલ),૧૬. ભરતસિંહ નટવરસિંહ વાઘેલા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર -પીએસઆઇ),૧૭. કલ્પેશકુમાર સોમાભાઈ દેસાઈ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર -એએસઆઇ)
રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં અહમ ભૂમિકા ભજવનાર આ તમામ ૧૯ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની અપ્રતિમ સેવાઓ બદલ દેશના સર્વોચ્ચ એવોર્ડ પૈકીના એક એવા રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.