મૃતક મહિલાની લાશ મળી નહીં, ૧૨૮માંથી ૪૦ સાક્ષીઓ તેમના નિવેદનમાંથી ફરી ગયા, જેમાં મૃતકના ભાઈનો પણ સમાવેશ હતો. આમ છતાં વડોદરાની અદાલતે પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઈને પાર્ટનર સ્વીટી પટેલની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.સ્વીટી જૂન-૨૦૨૧માં ગુમ થઈ હતી. તપાસમાં દેસાઈ પર હત્યાનો આરોપ આવ્યો હતો. એક બંધ પડેલી હોટલના કમ્પાઉન્ડમાંથી સળગેલા માનવ અવશેષો મળ્યા હતા. ડીએનએ તપાસ, મોબાઇલ ફોન-સીડીઆર ડેટા અને અન્ય ફોરેÂન્સક પુરાવાઓએ કેસની કડીઓ જાડી હતી.
દેસાઈ અને સ્વિટી વચ્ચેનો સંબંધ પણ કેસમાં મહ¥વની કડી બન્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે બંનેએ પરિવારથી છુપાવીને ૨૦૧૭માં મંદિરમાં લગ્ન કર્યાં હતાં, જાકે દેસાઈ અગાઉથી પરિણીત હતો અને અમદાવાદમાં તેની પત્ની તથા પુત્રી સાથે રહેતો હતો. સ્વીટી બાદમાં વડોદરા આવીને દેસાઈ સાથે રહેતી હતી અને બંનેને એક પુત્ર પણ હતો. અદાલતે સ્વીટીના ગુમ થવા પહેલાંની ઘટનાઓ અને બંને વચ્ચેના સંબંધોને પણ પુરાવાની કડીનો ભાગ ગણ્યો.
અદાલતે નોંધ્યું કે મૃતદેહ ન મળ્યો હોવા છતાં હત્યાનો કેસ માત્ર સીધા પુરાવાથી જ નહીં, પરંતુ વિશ્વસનીય પરોક્ષ પુરાવાની સંપૂર્ણ કડીથી પણ સાબિત થઈ શકે છે. તપાસમાં દેસાઈ અને સ્વીટી વચ્ચેના સંબંધો, સ્વીટીના ગુમ થવા પહેલાંની ઘટનાઓ અને આરોપીની હિલચાલ મહ¥વની સાબિત થઈ હતી.દેસાઈના સહયોગી કીર્તિસિંહ જાડેજાને પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પાંચ વર્ષની સખત કેદ અને દંડની સજા થઈ છે. અદાલતે સ્વીટીના મૂળ દસ્તાવેજા તેના પુત્રને પરત આપવાનો અને જપ્ત કરાયેલા અન્ય પુરાવાઓ અંગે કાયદેસર કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે.









































