રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો અને એક યુવાન સહિત ચાર લોકોનાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં છે. ૫ વર્ષીય સેફુ ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય લોકો પાણીમાં ઉતર્યા હતા, પરંતુ એક પછી એક ચારેય લોકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મૃતકોના નામ
સોહન શોરા ૧૦ (વર્ષ)
સેફુ શોરા ૫ (વર્ષ)
સાહિલ શોરા ૧૮ (વર્ષ)
અલીફા શોરા ૧૦ (વર્ષ)
સોહન અને સેફુ સગા ભાઈ
મળતી માહિતી મુજબ, મૃતકોમાં સગા ભાઈઓ સોહન શોરા (૧૦), સેફુ શોરા (૫), સાહિલ શોરા (૧૮) અને અલીફા શોરા (૧૦)નો સમાવેશ થાય છે. આ ઘટનામાં વધુ એક હૃદયદ્રાવક બાબત સામે આવી છે કે મૃતક સોહાનનો આજે જ જન્મદિવસ હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોએ પાણીમાં ડૂબેલા ચારેય લોકોને બહાર કાઢ્યા હતા.બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક બાળકને બચાવવાની કોશિશમાં ચાર જિંદગીઓના અંતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.








































