સાવરકુંડલામાં “હર ઘર તિરંગા” જનઆંદોલનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા એક ભવ્ય જનઆંદોલન બની ગયું હતું. ૯૫ વર્ષીય એક વૃધ્ધા પોતાના નિવાસસ્થાને ઉત્સાહભેર તિરંગો લહેરાવ્યો હતો. રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં જ બહેનોએ રાષ્ટ્રધ્વજને રાખડી બાંધી, તેનું પૂજન-અર્ચન કરીને રાષ્ટ્ર પ્રત્યેનો અથાહ પ્રેમ અને સમર્પણ વ્યક્ત કર્યું હતું. ધારાસભ્ય મહેશ કસવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રધ્વજ એ આપણી શાન, આન અને બાન છે. સાવરકુંડલાની જનતાએ જે રીતે આ અભિયાનને પોતાના હૃદયથી સ્વીકારીને જનઆંદોલન બનાવ્યું છે, તે ખરેખર વંદનીય છે.” સાવરકુંડલામાં લોકોએ ઘરો, દુકાનો અને સંસ્થાઓ પર તિરંગો લહેરાવ્યો હતો.










































