બે મેચની ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાની યજમાની કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ ૧૫ ઓગસ્ટે ગેલ સ્ટેડિયમ ખાતે પોતાની પહેલી મેચ રમશે. ટીમ ઇન્ડીયાના બેટ્‌સમેનોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં સ્પિન બોલરો સામે સંઘર્ષ કર્યો છે, અને આ શ્રેણી તેમના માટે સરળ રહેશે નહીં. શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભલે ભારત જેટલી મજબૂત ન હોય, પરંતુ તેમનો ઘરઆંગણેનો રેકોર્ડ ખૂબ પ્રભાવશાળી છે. ગાલે ખાતે શ્રીલંકાની ટીમના ભાગ રહેલા સ્પિન બોલરો પ્રભાત જયસૂર્યા અને રમેશ મેન્ડિસનો સામનો કરવો કોઈપણ વિરોધી ટીમના બેટ્‌સમેન માટે ક્યારેય સરળ કાર્ય નહોતું. આ મેદાન પર જયસૂર્યા અને મેન્ડિસનો બોલિંગમાં શાનદાર રેકોર્ડ છે, જેમાં કુલ મળીને લગભગ ૧૫૦ વિકેટ છે.
પ્રભાત જયસૂર્યા અને રમેશ મેન્ડિસની સ્પિન જાડી ભારત સામેની ગાલે ટેસ્ટ મેચમાં શ્રીલંકાનું સૌથી મોટું હથિયાર બની શકે છે. ગાલે સ્ટેડિયમ ખાતે પ્રભાત જયસૂર્યાનો રેકોર્ડ દર્શાવે છે કે તેણે અહીં ૧૧ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ૨૬.૬૨ ની સરેરાશથી ૮૧ વિકેટ લીધી છે. તેણે નવ વખત એક ઇનિંગમાં ૫ વિકેટ લીધી છે અને બે વખત એક મેચમાં ૧૦ વિકેટ પણ મેળવી છે. જયસૂર્યાના સ્પિન પાર્ટનર રમેશ મેન્ડીસે ગાલે ખાતે રમાયેલી ૧૨ ટેસ્ટ મેચમાં ૨૬.૪૩ ની સરેરાશથી ૬૧ વિકેટ લીધી છે, જેમાં પાંચ પાંચ વિકેટ અને એક દસ વિકેટનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી, ગાલે ખાતેની પિચો પર સ્પિન બોલરોનું પ્રભુત્વ રહ્યું છે, જે હકીકત ભારતીય ટીમ સારી રીતે જાણે છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ડાબા હાથના સ્પિનરોને સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે, જેમાં માનવ સુથાર કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સાથે જાડાય તેવી શક્્યતા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલે ખાતે પાંચ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં શ્રીલંકાની ટીમે ત્રણ અને ભારતીય ટીમે બે જીતી છે.