કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ઉનિરા વાડી વિસ્તારમાં જાહેર જગ્યાએ જુગાર રમતા છ શખ્સોને LCB ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળu LCBઅધિકારીઓએ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે જીજ્ઞેશ ઉર્ફે ભરુ પ્રકાશભાઈ દેવમુરારી, ગોવિંદભાઈ ડોડીયા, ચંપકભાઈ જાની, ઓવેશ ઉર્ફે અકરમ પાણાવઢુ, રજાકમીયા ઉર્ફે રજલી બાહરૂની અને અબ્દુલભાઈ દયાતરને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડ રૂ.૬૫,૭૦૦ તથા ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૧,૩૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.




































