લીલીયા બ્રહ્મસમાજ અને યુવા બ્રહ્મ સમાજ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિરથી લઈને ડિગ્રી અભ્યાસક્રમ સુધી સફળતા મેળવનાર ૮૦ વિદ્યાર્થીઓને વિશાળ બ્રહ્મ પરિવારની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને વોટરબેગ, લંચબોક્સ, સ્કૂલબેગ, ફોલ્ડર ફાઈલ અને દાતા કૌશિકભાઈ એમ. પંડ્‌યા દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.વેદોક્ત મંત્રોચ્ચાર, દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમારોહની શરૂઆત થઈ હતી. અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષારભાઈ જોષી તથા લીલીયા બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ પાઠક અને અન્ય સમાજશ્રેષ્ઠીઓએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને દાતાઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈમિન પાઠક, મિતેષભાઈ પંડ્‌યા, જયેશભાઈ મહેતા સહિત તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.