દામનગરના રાભડા રોડ પર હનુમાનજી દાદાની ડેરી નજીક મુખ્ય માર્ગ પર પી.જી.વી.સી.એલ.નું ટ્રાન્સફોર્મર આવેલું છે.માર્ગની નજીક આવેલા આ ટ્રાન્સફોર્મરને કારણે અકસ્માતની શક્યતા રહેતી હોવાથી તેને સુરક્ષિત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સ્થાનિકો દ્વારા ટ્રાન્સફોર્મરની આસપાસ જરૂરી સુરક્ષા વ્યવસ્થા, બેરિકેડ તથા ચેતવણી સૂચક બોર્ડ મૂકવાની માંગ કરવામાં આવી છે. અકસ્માત નિવારવા અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખી સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.